Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

આણંદ જિલ્લામાં અત્યારસુધીમાં 1785 પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરી ફોલોઅપ લેવામાં આવ્યું

આણંદ:સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાનીએ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

તદ્અનુસાર જિલ્લામાં તા.૨૨/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૧૭૮૩ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે તા.૨૩/૦૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં વધુ બે પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યાર સુધીમાં કુલ ૧૭૮૫ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી ૩૧૧ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૪૭૪ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોરોના અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફુલ/કોરોનાના ૦૯ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ જણાવ્યું છે.

(5:21 pm IST)