Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસની મહામારીમાં વડોદરાના કેલનપુરમાં ડીજે સાથે વરઘોડો કાઢી માણસો એકઠા કરતા પોલીસે કડક બની કાર્યવાહી હાથ ધરી

વડોદરા:કોરોના વાઇરસના કારણે  લોકોને ભેગા થવા પર નિયંત્રણ અંગેનો કાયદો હોવા છતાં વડોદરા નજીક કેલનપુરમાં ડીજે સાથે લગ્નનો વરઘોડો નીકળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે વરણામા પોલીસનો સ્ટાફ કેલનપુરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ડીજેનો મોટો અવાજ આવતા પોલીસે ભીલવગામાં તપાસ કરી હતી ત્યારે ટ્રેક્ટર પર મોટા અવાજે ડીજે સિસ્ટમ વાગતી હતી. પોલીસે ડીજેના સંચાલકની પૂછપરછ કરતા પોતાનું નામ ગીરીશ ઉર્ફે કનુ લક્ષ્મણ સોલંકી (રહે.નવી કરાલી) જણાવ્યું હતું. તેની પૂછપરછ કરતા કેલનપુરમાં રહેતા મહેશ મણીલાલ વસાવાની ભાણી કામિનીના લગ્ન પ્રસંગ નીમિત્તે નીકળેલા વરઘોડામાં વગાડવા માટે ડીજે મંગાવ્યું  હતું.

(5:20 pm IST)