Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દૂધ, શાકભાજી, અનાજ વગેરેની વ્યવસ્થા પર સરકારની નજર : સચિવ અશ્વિનીકુમાર

આજે પણ ગુજરાતમાં પ૦ લાખ લિટર દૂધ ઉપલબ્ધ

રાજકોટ : મુખ્યમંત્રીના સચિવ અને માહિતી વિભાગના સચિવ અશ્વિનીકુમારે (આઇ.એ.એસ.) એ પત્રકારોને જણાવેલ કે રાજયમાં જીવન-જરૂરી, ચીજ-વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા સરકારની સતત નજર છે :  આજે પણ બજારમાં પ૦ લાખ લિટર દૂધ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે : નાના ફેરીયાઓ મારફત લોકો સુધી શાકભાજી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે : ચોખ્ખાના અગ્રગણ્ય ધંધાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવશે : જીવન જરૂરી ચીજ-વસ્તુની આવક-જાવક અને સઘળી પરિસ્થિતિની સમીક્ષા થઇ રહી છે : લોકોએ ગભરાટ રાખવાની કોઇ જરૂર નથી : જરૂરીય વસ્તુના પરિવચનમાં કોઇ મુશ્કેલી ન પડે તેની તદેદારી રાખવામાં આવી છે, આવા વાહનો રોકાશે નહીં : અખબારોના વિતરણની વ્યવસ્થા યથાવત જાળવાઇ રહેશે : અખબારોને સ્પષ્ટ કરવાથી ચેપ લાગતા હોવાની વાત આધારહિન : મુખ્યમંત્રી કક્ષાએ દરોજ પરિસ્થિતિનો ચિતાર મેળવી જરૂરીયાત મુજબ નિર્ણય

(4:15 pm IST)