Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સુરતના મુળદ ગામના પ્રભુનગર સોસાયટીના લોકો દ્વારા માસ્‍ક બનાવીને ઘરે-ઘરે વિતર કરવાની સમાજ સેવા

અમદાવાદ: મહામુસીબતના સમયમાં નિર્દોષ લોકોની સેવા પ્રભુનગર સોસાયટીના લોકોએ માસ્ક બનાવી સોસાયટીમાં વહેચી ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરાનાની દહેશત છે ત્યારે કોરાના વાયરસ ભારતમાં દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરતમાં પણ કોરાનાના પોઝીટીવ કેસ નોધાતા ફફડાટ મચી ગયો છે. લેભાગુ લોકો માસ્ક બ્લેકમાં વેચી રહ્યા છે ત્યારે આવા સમયે સુરતના મુળદ ગામની પ્રભુનગર સોસાયટીના લોકો ઘરેઘરે માસ્ક બનાવી લોકોને વિતરણ કરી સમાજસેવા કરી રહ્યા છે. સોસાયટીની મહિલાઓ અને યુવાનો આ મહામુસીબતના સમયમાં સમાજસેવા કરી રહ્યા છે. પ્રભુનગર સોસાયટીના રહીશો માસ્ક બનાવી ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે.

આ ઉપરાંત અમદાવાદમાં પણ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સંસ્થાઓ કોઇ પણ વ્યક્તિ ભુખ્યુ હોય તો શહેર પુરતુ તેમને જાણ કરવા માટેની પણ અપીલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક બહારથી આવેલા લોકો ઉપરાંત રોજિંદી મજુરી કરીને રોજની પેટીયુ રળતા લોકો માટે આ કફોડી સ્થિતી આવી ગઇ છે. જેના કારણે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

(4:12 pm IST)