Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કેવડિયા કોલોનીની ૧૭ વર્ષીય સગીરાને બદનામ કરાતા એસિડ ગટગટાવી આત્મહત્યાની કોશિષ

આમદલા ગામના યુવાને પ્રેમ સબંધ રાખવા ધમકી આપી સમાજમા બદનામ કરવા સગીરાના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરતા આ પગલું ભર્યું

રાજપીપળા તા. ૨૫ : નર્મદા જિલ્લાના ઝેર ગામે કેવડિયા કોલોનીની ૧૭ વર્ષીય બાળકીને નજીકના ગામના યુવાને બદનામ કરતા એસિડ ગટગટાવી કોશિશ કરી છે. યુવાન વિરુદ્ઘ ફરિયાદ થઈ છે.

પ્રાપ્ત માહીતી અનુસાર કેવડિયા કોલોનીમાં રહેતી ૧૭ વર્ષીય સગીર વયની બાળકીનો નજીકના આમદલા ગામનો કુલદીપ સુમન તડવી અવારનવાર પીછો કરી હેરાન કરી તેની સાથે પ્રેમ સંબધ રાખવા માટે ધમકી આપી તેણીને સમાજમા બદનામ કરવા સગીરાના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરી  બદનામ કરતા સગીરાએ ઇજ્જત જવાના કારણે પોતાના ઘરે એસીડ પી આત્મહત્યા કરવાની કોશીશ કરેલ છે. કુલદીપ તડવી વિરુદ્ઘ સગીરાના પિતાએ ફરિયાદ આપી છે. યુવતીની સ્થિતિ ગંભીર છે.

(3:43 pm IST)