Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લૉકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનાં ઓર્ડરનો આપવો જોઈએ:છોટુ વસાવા

પોસ્ટમાં અનેક લોકોએ તેમનો વિરોધ કરતો વળતો જવાબ પણ આપ્યો

ભરૂચ : કોરના વાયરસના કહેરને કારણે દેશવ્યાપી 21 દિવસ માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીટીપીનાં છોટુ વસાવાએ પોતાન સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ કરી છે. જેમા તેમણે હિન્દીમાં લખ્યું છે કે, લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ

ઝધડિયાનાં અને બીટીપીનાં ધારાસ્ભ્ય છોટુ વસાવાની એક પોસ્ટ હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. જેમાં તેમણે કોરોનાની મહામારી સામે લડવા માટે કરાતા લૉકડાઉન માટે જો કોઇ બહાર દેખાય તો શૂટ એટ સાઇટનો આદેશ આપવાનું જણાવ્યું છે. પોસ્ટમાં અનેક લોકોએ તેમનો વિરોધ કરતો વળતો જવાબ પણ આપ્યો છે.

(1:19 pm IST)