Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સુરત પોલીસનો નવો પ્રયોગ: ગ્રાહકોની ભીડ કાબૂમાં રાખવા ટોકન સિસ્ટમ કરાઈ

ટોકનથી આવશ્યક ચીજવસ્તુની લાઇનોને કંટ્રોલ કરવામાં આવશે.

સુરત : જીવન જરૂરિયાત વસ્તુઓ માટે થઈ રહેલી ભીડ કે પડાપડીને નીવારવા માટે પોલીસ દ્વારા એક નવો પ્રયોગ કરાયો છે, સુરતમાં પોલીસે લોકોને આ માટે ટોકન નંબર આપ્યા છે જે મુજબ એ ટોકનના સમયે જ જાહેર જનતાએ ખરીદી કરવા જવાનું છે.

કોરોનાના સંકટને લઇને સુરત પોલીસે નવતર પ્રયોગ અપનાવ્યો છે. ગ્રાહકોની ભીડને કાબૂમાં રાખવા માટે ટોકન આપવાનો નિયમ બનાવ્યો છે.

પોલીસના આ અભિગમથી લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ટોકનથી આવશ્યક ચીજવસ્તુની લાઇનોને કંટ્રોલ કરવામાં આવશે. લોકોની લાઇનોને કંટ્રોલ કરવા ટોકન બનાવ્યા છે. ટોકનના સમયે ખરીદી કરવા આગ્રહ કરવામાં આવ્યો છે. ટોકનના સમયે લોકો ખરીદી કરવા આવશે તો ભીડ થશે નહીં.

(1:17 pm IST)