Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ

શહેરમાં રહેતા કે ફરતા ૧૦૦ થી વધુ ગરીબ અને ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટના વિતરણની કામગીરી લોકડાઉન સમયે આશીર્વાદરૂપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ બાબતે ચિંતિત છે,નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં લોકડાઉન અપાયું હોય ત્યારે મજૂરી કામ કરી પેટીયું રડતા ગરીબ લોકોની હાલત દયનિય હોય નર્મદા જિલ્લો પછાત વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી અમુક લોકોની હાલત ખરાબ જોવા મળતા રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના સભ્યોને આ બાબત ધ્યાને આવતા આવા ગરીબ,ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરી વૈષ્ણવ વણિક સમાજના સભ્યો એ એક ઉમદા કાર્ય કર્યું હતું. આ સેવાકાર્યમાં તેમની સાથે કેટલાક જીઆરડી જવાનો પણ જોડાયા હતા.
 મંગળવાર અને લોકડાઉન સાથે શરૂ થયેલા આ કાર્યમાં એકજ દિવસમાં ૧૦૦ જેવા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે આ સેવાકાર્ય ફક્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યો ના એકત્ર થયેલા ફંડ માંથી કરાયું હોય હજુ ૩૧ માર્ચ સુધી આ સેવાકાર્ય ચાલુ રહેશે.

(9:19 pm IST)