Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન વચ્ચે રાજપીપળા નગર પાલિકા દ્વારા થતી કડક વેરા વસુલાત હાલ શાંત પડી:લોકોને મોટી રાહત

કડકાઈના પગલા લેવામાં નહીં આવે પરંતુ નાગરિકોએ ફરજ સમજીને વેરો ભરવો જરૂરી: કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ અને કારોબારી સદસ્યોની રજુઆત બાદ આ નિર્ણય લેવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય લાખો રૂપિયા વેરા પેટે બાકી હોવાથી માર્ચના અંત સુધીમાં પાલીકા દ્વારા કડક વેરા વસુલાત કરવામાં આવી રહી હતી જેમાં કેટલાકના નળ કનેકસનો કપાયા,કેટલાક ના સિલ મરાયા હતા ત્યારબાદ પણ બાકી નાણાંની વસુલાત કડકપણે ચાલુ હોય પરંતુ હાલ કોરોના હાઉ અને આજથી સરકારે લોકડાઉન જાહેર કરતા લોકો ધંધા રોજગાર વગરના થઈ જતા પાલીકાના કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ અને કારોબારી સદસ્યોએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વેરા કડક વસુલાત હાલ ૩૧ માર્ચ સુધી બંધ રાખવા રજુઆત કરતા આ કામગીરી હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે.જોકે ઘરે ઘરે કડક વસુલામાં જતી પાલીકા ટિમો હાલ નહીં જાય પરંતુ સ્વેચ્છા એ નાગરિકોએ વેરો ભરવા નિર્ણય લેવાયો છે.

 

પ૩૧ માર્ચ બાદ પરિસ્થિતિ જોઈ આગળ નો નિર્ણય લેવાશે તેમ કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે જણાવ્યું હતું.
પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું કે પાલિકાની આર્થિક સ્થિતિ પહેલેથી ખરાબ છે પરંતુ હાલની પરિસ્થિતિ જોઈ કડકાઈના પગલા લેવામાં નહીં આવે છતાં નાગરિકોએ ફરજ સમજીને વેરો ભરવો જરૂરી પણ છે.

(9:13 pm IST)