Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમદાવાદના સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પુલાવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી : ભુયંગદેવ ચાર રસ્તાથી રેલી કાઢી શાહિદ અમર રહો ના નારા લગાવ્યા

અમદાવાદ : અમદાવાદની સાધના વિનય મંદિર ( ભુયંગદેવ ચાર રસ્તા સોલા રોડ ) ના વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં શહીદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભુયંગદેવ ચાર રસ્તાથી એ,ઈ,સી,ચાર રસ્તાથી પરત રેલી કાઢી હતી,પુલવામાં હુમલામાં શહીદોના ફોટા અને ત્રિરંગા સહીત શહીદો,અમર રહો ,વંદેમાતરમ,ભારત માતા કી જય ,જેવા સૂત્રો બોલાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી

(2:47 pm IST)
  • અડધાથી વધુ ચીનને કોરોના વાયરસનો ભરડોઃ સેન્ઝેન સુધી કર્ફયુની સ્થિતિ : લાખો ફેકટરી - ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં સંપૂર્ણ લોકઆઉટ : સરકારના સખ્ત નિયમનોનો અમલ કરે તેને જ ખોલવા મંજૂરી : માલિકના જોખમે ખોલી શકાશે : સ્ટાફ કરતા ૧૦ ગણા માસ્ક રાખવાના + આલ્કોહોલ સ્પ્રેનો આપી ફેકટરીમાં છંટકાવ કરવો : હેન્ડ કલીનીંગ માટે તમામ મટીરીયલ્સ ફરજીયાત રાખવુ : આ બધી અમલવારી પછી સરકારી મંજૂરી મળે તો જ ફેકટરી ખોલવી : ૧૦મીને બદલે હવે ૧૮થી ફેકટરીઓ રી-ઓપન કરવાની જાહેરાત થઈ access_time 12:27 pm IST

  • કેજરીવાલ અને તેમના સાથી પ્રધાનો 16 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે રામલીલા મેદાનમાં શપથ લેશે : દેશભરના નેતાઓને આમંત્રિત કરાયા access_time 11:30 pm IST

  • અરવિંદ કેજરીવાલ માટે બિહાર હવે પછીનું દિલ્હી બનશે, દિલ્હીની પેર્ટન ઉપર આ માટે એક ખાસ વિકાસ યોજના ઘડી કાઢવામાં આવી છે access_time 10:12 pm IST