Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઈને તંત્રની તડામાર તૈયારીઓ : મનપા 30 કરોડ ખર્ચશે : 3,68 કાયોર્ડના ખર્ચે રંગબેરંગી પુષ્પો વાવ્યા

મેટ્રોના કોરિડોર અને ચીમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે ગ્રીન સ્પેસ બનાવાશે: તાકીદે બે ટેન્ડર મંજૂર કરી દેવાયા

 

અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી છે. મોદી અને ટ્રમ્પની મુલાકાત માટે એએમસી તંત્રએ તિજોરી ખુલ્લી મૂકી છે. જેમાં AMC દ્વારા આયોજન પાછળ અંદાજે 25 થી 30 કરોડ રુપિયા સુધીનો ખર્ચ કરવામા આવશે. જેમાં રોડ રસ્તાથી લઇ સ્ટેડિયમની વ્યવસ્થા પાછળ તમામ ખર્ચ કરવામા આવનાર છે.

  મોટેરા સ્ટેડિયમના લોકાર્પણની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે એએમસી દ્વારા ચીમન ભાઈ પટેલ બ્રિજ થી મોટેરા સ્ટેડિયમ સુધી ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. મેટ્રોના કોરિડોર વાળા પેચમાં ગ્રીન સ્પેસ ડેવલોપ કરવામાં આવશે. ચીમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે ગ્રીન સ્પેસ બનાવાશે તો ચીમનભાઈ બ્રીજથી ઝુંડાલ સર્કલ સુધી બીઆરટીએસ રુટની બન્ને તરફ ગ્રીન સ્પેસ ડેવલોપ કરાશે. જેના માટે તાકીદે બે ટેન્ડર મંજૂર કરી દેવાયા છે. તેમાં 3.68 કરોડ રુપિયાના ખર્ચે રંગબેરંગી પુષ્પો વાવવામાં આવશે.

  બીજી તરફ મોદી અને ટ્ર્મ્પની અમદાવાદ મોટેરા સ્ટેડીયમની મુલાકાત ઝુંપડ પટ્ટીવાસીયો માટે આફત બની છે. શહેરના એરપોર્ટ રોડ ઈન્દીરા સર્કલ પાસે આવેલા સરણીયાવાસ ઝુંપડપટ્ટી આવનાર વીવીઆઈપી મહેમાનોને ન દેખાય તેના માટે ત્યા મોટી દિવાલો ઉભી કરવામા આવી રહી છે. ઉલ્લેનીય છે કે અત્યાર સુધી ત્યાથી કોઈ પણ વીઆઈપી પસાર થવાના હોય તો તંત્ર દ્વારા ગ્રીન કવરથી દિવાલ ઉભી કરવામા આવતી હતી. જોકે આ વખતે પાકી ઈટની દિવાલ ઉભી કરાતા વિવાદ સર્જાયો છે. સત્તા પક્ષે તેને વીવીઆઈપી સુરક્ષાને લઈને જરુરી હોવાનુ જણાવે છે તો વિપક્ષે તેની સામે વિરોધ નોધાવ્યો છે.
  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીઓ પર કરાતી જાહેરાત હવેથી નહી કરી શકાય.. AMC દ્વારા તમામ હોર્ડિંગ હટાવી લેવા આદેશ કરવામા આવ્યો છે. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામા આવ્યો હતો. જેમાં AMCએ આપેલી જમીનો પર આ ટ્રાફિક ચોકી ઉભી કરાઈ છે તેવુ એએમસી અધિકારીઓ જણાવી રહ્યા છે. ત્યારે તંત્રની મંજૂરી વગર જાહેરાત કરવામાં આવતા એએમસીએ આ નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં આપેલા રિબેટનો સમય લંબાવવામા આવ્યો છે. તારીખ 16-01-2020 થી 15-2-2020 સુધી રિબેટ આપવાની જાહેરાત કરાઈ હતી પરંતુ હવે 15-03-2020 સુધી ટેક્સના વ્યાજ મા રિબેટ આપવામાં આવશે. જેમાં ઝુંપડા વિસ્તારો મા 100% અને સામાન્ય રહેણાંકમાં 50 %રિબેટ આપવામાં આવશે.

(12:40 am IST)