Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કાલથી ધીમીગતિએ ઠંડી વધશે: અંતિમ તબક્કાની ઠંડી ભૂક્કા બોલાવશે : અરબી સમુદ્રમાં પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં 45થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે:માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ફરી વખત ઠંડીનો ચમકારો અનુભવાશે. શુક્રવારથી 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી બપોરે ગરમી, જ્યારે સાંજ બાદ ઠંડી શરૂ થઇ જશે. 

રાજ્યમાં ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો શરૂ થવાનો છે. ત્યારે ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. કાલથી 1 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે.જયારે દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવાઈ રહી છે. અરબી સમુદ્રમાં 45થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવા માટે માછીમારોને સૂચન કરાયું છે.

હાલ શિયાળાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બે ઋતુનો અનુભવ થશે. માર્ચ મહિનાથી ઉનાળાની ગરમીની શરૂઆત થઇ જશે. રાજ્યમાં ઉતર તરફથી પવન ફુંકાવવાના કારણે તાપમાન નીચું જવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.

(9:02 pm IST)