Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદ્યાનગરના બાકરોલ નજીક ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડી વરલી મટકાના જુગારધામ પર દરોડા પાડી 6 શખ્સોને 32 હજારની રોકડ સાથે ઝડપ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે વિદ્યાનગરના બાકરોલ સ્ક્વેર અને બાવીસ ગામ સ્કૂલની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં દરોડાઓ પાડીને વરલી મટકા તેમજ હારજીતનો જુગાર રમતાં કુલ શખ્સોને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૩૨ હજાર ઉપરાંતની રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 


મળતી વિગતો અનુસાર એલસીબી પીઆઈ હરપાલસિંહ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસે ગઈકાલે બાકરોલ સ્ક્વેર પાસે છાપો મારતાં દુકાનના ઓથા હેઠળ એક શખ્સ વરલી મટકાના આંકડા લખતો ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે વિદ્યાનગરના પરસોત્તમનગરમાં રહેતો જાવીદખાન લતીફખાન પઠાણ હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની અંગજડતીમાંથી રોકડા ૧૫૫૬૦ મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા હતા.

 

(6:03 pm IST)