Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વડોદરાના વાસણા રોડ પર આવેલ શાળામાં ચાલુ ક્લાસે પંખો ધરાશાયી થતા બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના વાસણા રોડ પર આવેલી બ્રાઈટ ડે સ્કૂલમાં ચાલુ ક્લાસે પંખો પડતા બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.

મળતી વિગતો પ્રમાણે બુધવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘટના બની હતી. સ્કૂલના ધો.3 એફ વર્ગમાં ક્લાસ ચાલી રહ્યો હતો અને તે વખતે છત પરનો પંખો નીચે પડતા બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પછી સ્કૂલમાં અફરા તફરી મચી ગઈ હતી. સ્કૂલ એક તરફ તગડી ફી વસુલ કરે છે અને બીજી તરફ પંખો પડવાના કારણે બે વિદ્યાર્થીઓને ઈજા થતા વાલીઓમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. સંચાલકો સમક્ષ ઘટના બાદ વાલીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. દરમિયાન બંને વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

(5:50 pm IST)