Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પાટણ પાસે ૧૮ લાખનો દારૂ ભરેલ સિમેન્ટ ભરવાનુ બન્કર વાહન ઝડપાયુ

પાટણઃપોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ (આઇપીએસ) પાટણની સુચના તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારા રાધનપુર ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ.એમ. એમ.વાળી એલ.સી.બી.  શાખાના  પોલીસ ઈન્સપેકટર શ્રી કે.જે. ધડુક તથા અ.પો.કો. જીતેન્દ્રકુમાર  ગોવિંદભાઇનાઓની  સંયુકત કામગીરી હેઠળ ટાટા કંપનીની  મોડલ ૩૧૧૮  સેની સિમેન્ટ ભરવાનુ બન્કર વાહન નંબર જી.જે.૦૯.ઝેડ ૭૨૬૩ના ચાલક સોહનલાલ મુળારામ બિશ્રોઇ ઉ.વ.૩૦ રહે. શોભાલા , દર્શાન , તા. ચૌહાટન જી. બાડમેર (રાજસ્થાન)વાળાએ વિદેશી દારૂની પાર્ટી સ્પેશ્યલ  ડિલકસ વ્હીસકી ની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ૨૬૪૦ કિ. ૯,૨૪,૦૦૦/ તથા મેકડીવેલ્સ સુપ્રીયર વ્યહીસ્કીની  ૭૫૦ મીલીની બોટલ નંગ -૧૬૪૪ કિ. રૂ. ૮,૦૫,૦૬૦/- તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસકીની ૭૫૦ મીલીની બોટલ નંગ -૧૦૮ કિ. રૂ. ૬,૧૬૦/- ની તથા ત્રણ મોબાઇલ ફોન કિ. રૂ. ૯,૫૦૦૦/- તથા ગાડીની કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૨૭,૯૪,૭૨૦/- ના મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન પકડાઇ જતા સદરી ગાડી ચાલક વિરુધ્ધ પ્રોહી એકટ હેઠળ ગુન્હો  નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

(4:22 pm IST)