Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રાજપીપળા શાક માર્કેટમાં પાસે બાઈક પાર્ક કરતા પહેલા ચેતજો:શાક માર્કેટ પાસે બાઈક પાર્ક કરી શાક લેવા ગયેલા વ્યક્તિની બાઈકની ચોરી થતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શાક માર્કેટ પાસે બાઈક પાર્ક કરી શાકભાજી લેવા ગયેલા વ્યક્તિની બાઈકની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ જતા આટલા ભરચક વિસ્તારમાં થયેલી ચોરીના કારણે લોકોએ હવે બાઈક લઈ જતા પહેલા ચેતવું પડશે.

  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા મોટા માછીવાડમાં રહેતા ચેતનભાઇ હિંમતભાઇ માછી એ શાકમાર્કેટમા પાસે ર્ડો.નીખીલના દવાખાના પાસે પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે ૨૨ ડી ૨૦૮૮ જેની કિંમત રૂપિયા ૨૦  હજાર સ્ટેરીંગ લોક કરી પાર્ક કરી શાકભાજી લેવા માટે ગયા હતા ત્યાંથી શાક લઈ પરત આવતા તેમની બાઈક સ્થળ પર ન મળતા ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંયે પત્તો ન લાગતા કોઈકે ચોરી કરી હોવાનું માલુમ પડતા આ બાબતે રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપી હતી.

(12:36 pm IST)