Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અમદાવાદ મનપાના હેલ્થ વિભાગના ચેકીંગમાં ત્રણ બોગસ તબીબ ઝડપાયા

નારોલ, દાણીલીમડા અને વટવામા બોગસ ક્લિનિક સીલ કરી દીધા

 

અમદાવાદમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. AMCના હેલ્થ વિભાગના ચેકીંગમા તબીબો ઝડપાયા છે. AMC દ્વારા ત્રણેય બોગસ તબીબના ક્લિનિકને સીલ કરાયા છે. નારોલ, દાણીલીમડા અને વટવામા બોગસ ક્લિનિક ચાલતું હતું.

દાણીલીમડામા ડૉ.સમીર બિસ્વાશનું રાજ ક્લિનિક સીલ કરાયુ હતુ. વટવામાં ડૉ.ગિરીશ શાહનું જલારામ ક્લિનિક તેમજ નારોલમા ડૉ.એસ.કે.રાયનું રાય ક્લિનિકને સીલ મારવામાં આવ્યું હતુ. એલોપેથીક સારવાર માટે અધિકૃત હોવા છતાં લોકોને સારવાર આપતા હતા

 

(10:37 pm IST)