Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સુરતના આંગણે માં એક સાથે આઠ મુમુક્ષોએ દીક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો

મુંબઈ અને સુરતના ટેકસ્ટાઈલ્સ વેપારી સહિત ડાયમંડ વેપારીની બે દીકરીઓએ દીક્ષા લીધી

સુરતમાં એક સાથે આઠ મુમુક્ષોએ દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવ્યો હતો. ડાયમંડ વેપારી અને ટેકસ્ટાઈલ્સ વેપારીની બે દીકરીઓ સહિત આઠ મુમુક્ષોએ સુરતના વેસુ સ્થિત મહાવિદેહ ધામ ખાતે બસો જેટલા ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં દીક્ષા ગ્રહણ કરી હતી.

સુરતના આંગણે એક સાથે આઠ મુમુક્ષોએ સાંસારિક જીવનના તમામ સુખ અને મોહ- માયા ત્યાગી સાધુ જીવનનો માર્ગ અપનાવ્યો. મુંબઈ અને સુરતના ટેકસ્ટાઈલ્સ વેપારી સહિત ડાયમંડ વેપારીની બે દીકરીઓએ સંયમ માર્ગ અપનાવ્યો. આચાર્ય શ્રી ગુણરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાયેલ દિક્ષા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા.

મુંબઈની ભવ્યા મેગાતર જે સી.એસ.કરી ચુકી છે. ભવ્યાએ સંયમનો માર્ગ અપનાવી હંમેશા માટે સાધુ જીવન તરફ પ્રયાણ કર્યુ છે. તો ડાયમંડ મર્ચન્ટની પુત્રી અને બીએએમએસનો અભ્યાસ કરી ચૂકેલી વૈરાનીએ દિક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. વૈરાની બે વર્ષ સુધી ગુરુ મહારાજની નિશ્રામાં વિહાર કરી ચુકી હતી. જ્યાં બાદમાં તેણીએ સંયમ ના માર્ગે જવાનો નિર્ણય લેતા પરિવારે રાજીખુશીથી પરવાનગી આપી હતી.

માતા -પિતા વિહોણી અને મામાને ત્યાં રહેતી તેર વર્ષીય સિલ્કી જૈન ઉપરાંત અમદાવાદ ખાતે રહેતા બાર વર્ષીય પુત્ર જેનિલ પરીખે પણ વેસુ ખાતે દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. મહત્વનું છે કે સુરતના વેસુ ખાતે યોજાયેલ આઠ મુમુક્ષોની દીક્ષા ગ્રહણ વિધિમાં હજારો જૈનો ઉપસ્થિત રહ્યા હતા. આ દિક્ષા સાથે ફરી એકવખત સુરતનું નામ દીક્ષાનગરી તરીકે અવ્વલ બન્યુ છે.

(9:58 pm IST)