Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદના બાપુનગરમાં ફોગીંગ કરતા કર્મીએ ધુમાડાની આડમાં કર્યા કિશોરીને અડપલાં :રાજકોટની યુવતીને હેન્ડલુમ મોલમાં દુપ્પટો ખેંચ્યો

 

અમદાવાદના બાપુનગરમાં પણ છેડતીના  બે બનાવો સામે આવ્યા છે. બપોરના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોગિંગ કરવા માટે કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક કર્મચારીએ કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા છે. કિશોરી ઘરે એકલી હતી તે દરમિયાન ભૈયાજી છોટું નામના આરોપીએ આરોપી ફોગિગ ના ધુમાડાનો લાભ લઇ કિશોરી સાથે છેડતી કરેલી છે. એટલું નહીં છેડતી બાદ આરોપીએ કિશોરીને ધમકી આપી હતી. જોકે કિશોરીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતા તેની માતા બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજો બનાવ અજિત મીલ પાસે આવેલા નેશનલ હેન્ડલુમ મોલમાં બન્યો છે. રાજકોટથી અમદાવાદ આવેલા પરિવારની એક યુવતી છેડતીનો ભોગ બને છે. રાજકોટથી આવેલ પરિવાર ખરીદી કરવા માટે હેન્ડ લૂમ માં ગયો હતો તે દરમિયાન એક યુવાન તેનો પીછો કરતો કરતો તેની પાસે પહોંચ્યો હતો અને ભીડમાં ધક્કામુક્કી નો લાભ લઇ યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો.
જો કે યુવતીએ પ્રતિકાર કરતાં આરોપીએ તેની સામે લાકડીઓ ઉગામી તને મારવા માટે ગયો હતો આસપાસના લોકો એકઠા થઈને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:34 am IST)