Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર : માર્ચમાં રમાશે પહેલો મેચ : 1,10 લાખ પ્રેક્ષકોની બેઠક શ્રમતા

700 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્ટેડિયમમાં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે માર્ચમાં જામશે ટક્કર

 

અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થવા જઇ રહ્યું છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે આકાર લઇ રહ્યું છે.  

  બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીના  જણાવ્યા અનુસાર એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે માર્ચ મહિનામાં પ્રારંભિક મેચ રમાશે સરદાર સ્ટેડિયમમાં નિર્માણ પાછળ 700 કરોડનો ખર્ચ થનાર છે

  સ્ટેડિયમમાં મેલોબ્રનથી વધુ સીટો મુકાવા આવી છે. સ્ટેડિયમમાં 1,10 લાખની પ્રેક્ષક શ્રમતા રખાઈ છે સાથે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.

   મોટેરાનું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. સ્ટેડિયમની રૂપ-રેખા એજ કંપનીએ બનાવી છે જે કંપનીએ MCG સ્ટેડિયમની ડિઝાઇન બનાવી હતી. સ્ટેડિયમનું કામ પુરૂ થવાના અંતિમ ચરણમાં છે

   વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોના બેસવાની ક્ષમતા છે. જે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા કરતા 10 હજાર વધુ છે. મોટેર સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ છે. 4 ડ્રેસિંગ રૂમ, 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ઇંડોર પ્રેક્ટિસ પિચ, ટ્રેનિંગ સેન્ટર અને 55 રૂમનું ક્લબ હાઉસ છે. તેને બાદ કરતા ઓલિમ્પિક સાઇઝનું સ્વિમીંગ પુલ, બેડમિન્ટ અને ટેનિસ કોર્ટ, ક્વોશ, ટેબલ ટેનિસ અને 3D પ્રોજેક્ટર થિયેટર છે. વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવા માટે 700 કરોડનો ખર્ચ થયો છે.

(12:07 am IST)