Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

આણંદ નજીક ગામડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 12 શકુનિઓની રંગે હાથે ધરપકડ

આણંદ: નજીક આવેલા ગામડી ગામની આંબલી તલાવડી પાસે આજે બપોરના સુમારે ડી સ્ટાફે છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં દિનેશભાઈ છગનભાઈ પરમાર, કરણભાઈ રમણભાઈ ચૌહાણ અને કિશનભાઈ ચૌહાણને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૧૭૦૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

બીજા બનાવમાં આંકલાવ પોલીસે વૈણાક તલાવડી પાસે આવેલા ખેતરમાં છાપો મારીને ફિરોજ ઉર્ફે ટપાલી ઈબ્રાહીમભાઈ રાજ, અમીત ઉર્ફે ભુરીયો ઈશુભા રાજ, રાજુ ઉર્ફે દુધી ચંદુભાઈ રાજ, લાલાભાઈ પ્રતાપભાઈ મહિડા અને રહીમભાઈ રાયસીંગભાઈ રાજને જુગાર રમતાં ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૧૩૧૬૦ જપ્ત કર્યા હતા.

(6:08 pm IST)