Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે પરિણીતાની છેડતી મામલે બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલામાં ચારથી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઉમરેઠ: તાલુકાના ભાલેજ ગામે ગઈકાલે બપોરના સુમારે પરિણીતાની છેડતીના મુદ્દે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થતાં ચારને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભાલેજની નુરાની કોલોનીમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દશેક દિવસ પહેલાં શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે ગઈ હતી ત્યારે સલાબતવાડામાં રહેતો આદિલખાન આવી ચઢ્યો હતો અને તેણીને સૈયદવાડામાં મળવા આવ તેમ જણાવ્યું હતુ પરંતુ પરિણીતાએ કોઈ ધ્યાન આપ્યું નહોતુ. ત્યારબાદ ચારેક દિવસ પહેલા પણ પરિણીતા શાકભાજી લેવા માટે ગઈ હતી ત્યાં આદિલ આવી ચઢ્યો હતો અને સૈયદવાડામાં મળવા આવવાનું જણાવ્યું હતુ. જો કે પરિણીતાએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો.

(6:08 pm IST)