Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

આણંદ તાલુકાના સારસામાં પાઠશાળામાં ત્રાટકેલા તસ્કરોએ 30 હજારની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર

આણંદ:તાલુકાના સારસા ગામે આવેલા પરમગુરૂ પાઠશાળામાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા ચારેક જેટલા લૂંટારાઓએ સીક્યુરીટી ગાર્ડને માર મારીને ગુરૂજીની રૂમમાં પુરી દઈને ૨૫ થી ૩૦ હજારની રોકડ રકમની લંૂંટ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભોળજ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી લૂંટારાઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર સારસા ગામે રહેતા ૬૦ વર્ષીય રમેશભાઈ ગણેશભાઈ શાહ પરમગુરૂ પાઠશાળામાં છેલ્લા પાંચેક વર્ષથી સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના સુમારે તેઓ પોતાની ફરજ પર પરમગુરૂ પાઠશાળાએ હાજર હતા અને રાત્રીના ઓટલા ઉપર પથારી કરીને સુતા હતા ત્યારે અઢી વાગ્યાના સુમારે એકદમ અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા જોયું તો કેટલાક શખ્સો તેમના માથા ઉપર ઉભા હતા અને થાબડા ઉપર પગ મુકી દઈને મોબાઈલ લાવ તેમ કહેતા જ મોબાઈલ આપી દીધો હતો. ત્યારબાદ લૂંટારાઓએ તેમને પથારી સાથે ઊંચકીને ગુરૂજીની ઓફિસમાં પૂરી દીધા હતા અને બહારથી સ્ટોપર મારી દીધી હતી. લૂંટારાઓએ ત્યારબાદ ઓફિસનો નકુચો તોડી નાંખીને એકાઉન્ટ ઓફિસના લોક તેમજ ડ્રોવર તોડી નાંખીને અંદર મુકેલા રોકડા ૨૫ થી ૩૦ હજારની રોકડ રકમ લૂંટી લીધી હતી. ત્યારબાદ આખી તિજોરી જ ઉઠાવી ગયા હતા.

(6:07 pm IST)