Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મેઘરાજ નજીક માલપુર રોડને જોડનાર સોસાયટીના માર્ગ પર કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર ચલાવતા સોસાયટીની દીવાલ તોડી કાર અંદર ઘુસી

મેઘરજ: રોડથી માલપુર રોડને જોડતા સોસાયટી માર્ગ ઉપર કારના ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી ઋષિકેસ સોસાયટી પાસે ઉભેલી કારને ટક્કર મારી કોટની દિવાલ તોડીને કાર અંદર ઘૂસી ગઈ હતી.કારના ચાલકે બેફીકરાઈથી કાર હંકારતા રોડ ઉપર નાસભાગ મચી હતી.ત્યારે ઘર આગળ રમતા ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો હતો.સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

મેઘરજ રોડથી સીધા જાયકા તરફ થઈને માલપુર રોડ ઉપર રવિવારના રોજ બપોરના સુમારે એક કાર ચાલક પોતાની કાર લઈને નીકળયો હતો.ત્યારે ઋષિકેશ સોસાયટી પાસે કારના ચાલકે કાબુ ગુમાવતાં રોડની બાજુમાં ઉભેલી કારને ટક્કર મારી આગળ જતાં રહેણાંકના મકાનની દિવાલ તોડીને કાર અંદર ઘૂસી ગઈ હતી.કારના ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે કાર ચલાવી આ રોડ ઉપરથી પસાર થતાં લોકો અચરજ પામ્યા હતા.

(6:05 pm IST)