Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વડોદરામાં ટ્રેનમાં પ્રવાસ કરનાર દંપતી પૈકી મહિલાના પર્સની રિઝર્વેશન કોચમાંથી તફડંચી કરનાર ગઠિયા વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ

વડોદરા: શહેરમાં ટ્રેનમાં પ્રવાસ કરતા દંપતી પૈકી મહિલાના લેડિસ પર્સની રિઝર્વેશન કોચમાંથી તફડંચી થઇ છે.

પુણેના નાંદેડ ખાતે રહેતા નિતેશ સ્વદેશસિંહ રાઠોડ તેમના પત્ની સાથે પુણેથી શિવપુરી જવા માટે પુણે-ગ્વાલીયર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતા હતાં. રાત્રિ મુસાફરી દરમિયાન તેઓ ઊંઘી ગયા હતા અને વડોદરા રેલવે સ્ટેશન આવતા પહેલા તેઓ જાગ્યા ત્યારે પત્નીની સીટ પરથી ગ્રે કલરના પર્સની તફડંચી થઇ હોવાનું જાણવા મળ્યું  હતું.

આ પર્સમાં આઇફોન, કોસ્મેટિક્સ સહિત રૃા.૪૨ હજારનો સામાન હતો. આ અંગે નિતેશ રાઠોડે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:01 pm IST)