Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પતિએ છેલ્લી ઘડીએ પત્નીનો હાથ પકડીને કહ્યું હું નહીં હોઉં તો તું શું કરીશ… ત્યારે જવાબમાં પત્નીએ કહ્યું તમારી પાછળ-પાછળ આવીશઃ ગાંધીનગરમાં અંતિમ સમયે દંપતિએ એકબીજાનો સાથ નિભાવ્યો

ગાંધીનગર :ગાંધીનગરમાં શહેરના સેક્ટર-24માં રહેતા દંપતીનો એક દિવસે સ્વર્ગવાસ થયો છે. સપ્તપદીના સાત ફેરા ફરતા સમય આપેલા જીવનભર એકબીજાનો સાથ આપ્યાના વચનો આખરે દંપતીએ નિભાવ્યા હતા. અંતિમ સમયે પણ પતિ-પત્નીએ સાથે રહેવાનુ વચન પૂરુ કર્યું હતું અને એકસાથે દુનિયામાંથી વિદાય લીધી હતી. પતિએ છેલ્લી ઘડીએ પત્નીનો હાથ પકડીને કહ્યું, ‘હું નહી હોઉં તો શું કરીશ...ત્યારે જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘તમારી પાછળ-પાછળ આવીશ.આમ, પહેલા પતિનું લાંબી માંદગી બાદ અવસાન થયા બાદ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી અને તેઓએ દિવસે શ્વાસ છોડી દીધા હતા.

          ગાંધીનગરના સેક્ટર-24માં રહેતા અભેસિંહ ભૂરૂભા વાઘેલા અને તેમના પત્ની ઇન્દ્રાબા વાઘેલા એક દિવસે સ્વર્ગવાસ થયો છે. છેલ્લા ઘણા સમયથી અભેસિંહ વાઘેલાની તબિયત સારી રહેતી હતી. અભેસિંહ કમળાના રોગનો શિકાર હતા, જેની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી.

          મોતના ક્ષણભર પહેલા પતિ-પત્નીએ એકબીજા સાથે વાતો કરી હતી. તે દરમિયાન સંવાદ પૂરો થયા બાદ અભેસિંહ સ્વર્ગે સિધાવ્યા હતા. સાથે જીવવા મરવાના કોલ આપેલા પતિનું અવસાન થતાં પત્ની ઇન્દ્રાબા પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ઘરમાં તમામની આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા. રીતરિવાજ મુજબ અભેસિંહની અંતિમ વિધિ કરી સ્વજનો પરત ફર્યાને આઘાતમાં સરી પડેલા ઇન્દ્રાબાનો પણ પતિ પાછળ પાછળ સ્વર્ગવાસ થયો હતો. બંન્ને વચ્ચે રહેલો અતૂટ પ્રેમે મૃત્યુના અંતિમ સમયે પણ સાથ નિભાવ્યો હતો. એક દિવસે દંપતીએ ફાની દુનિયા છોડી દેતા તેમના પરિવારજનો પણ આઘાતમાં સરી પડી હતી. માતાપિતા ગુમાવ્યા બાદ દીકરી નીતાબા વાઘેલા એટલી આઘાત પામી હતી કે, તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દંપતીનો એક દિવસે સ્વર્ગવાસ થતા પરિવારજનો સહિત સમગ્ર શહેરમા રહેત લોકોને ખબર પડતાં શોક વ્યાપી ગયો હતો. તો બીજી તરફ, લોકોએ દંપતીના અતૂટ પ્રેમને સલામ કરી હતી.

(4:54 pm IST)