Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શાક ખારૂ બનતાં પતિની કમાન છટકીઃ પત્નિએ નવું બનાવી આપવાનું કહેતા નિર્દયતાથી ફટકારી

અમદાવાદ, તા.૨: ગાંધીનગરના એક ગામમાં ૩૨ વર્ષીય પતિએ પત્નિને ઢોરમાર માર્યો અને તેનું માથું દિવાલ પર પછાડ્યું હતું. આટલું જ નહીં પતિએ એટલી હદે પત્નિને ફટકારી કે તેના એક ખભે ફ્રેકચર થયું છે. આવી ક્રૂરતાનું કારણ હતું ભોજન. પત્નિએ બનાવેલું શાક ખારું થઈ જતા પતિએ તેને ઢોરમાર માર્યો હતો. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પ્રમાણે, પીડિત મહિલા અમ્રતાબેન ઠાકોર ગાંધીનગરના માણસા તાલુકાના બિલોદરા ગામના રહેવાસી છે. તેમણે ૧૬ વર્ષ પહેલા દિવાનજી ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. ત્રણ દીકરી અને એક દીકરો એમ કુલ ચાર સંતાનોના તેઓ માતા-પિતા છે.

માણસા પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરેલી ફરિયાદ મુજબ, 'શનિવારે રાત્રે મેં મારા પતિને ભોજન પીરસ્યું ત્યારે પહેલો કોળિયો મોંમાં મૂકતાની સાથે જ તેઓ ગુસ્સે થયા અને મને ખખડાવા લાગ્યા હતા. શાક ખારું બનવાને લીધે તેઓ રોષે ભરાયા હતા. તેઓ સતત મને ગાળો બોલતા હતા ત્યારે મેં તેમને નવું શાક બનાવી આપવાનું કહ્યું. આ સાંભળીને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને મારપીટ કરવા લાગ્યા હતા.'

ગુસ્સાથી લાલપીળા થયેલા દિવાનજીએ પત્નીને વાળથી પકડીને ખેંચી અને માથું દિવાલમાં પછાડ્યું હતું. અમ્રતાબેને દિવાનજીનો પ્રતિકાર કર્યો અને દ્યરની બહાર ભાગ્યા હતા. ત્યારે દિવાનજીએ તેમનો પીછો કરીને લાકડી વડે ફટકાર્યા હતા. અમ્રતાબેનને ધક્કો મારીને જમીન પાડ્યા અને નિર્દયતાથી લાત મારી હતી, તેમ FIRમાં જણાવાયું છે.

આ તરફ અમ્રતાબેનના પરિવારજનો તેના દ્યરની નજીક આવેલા ખેતરમાં કામ કરતા હતા. આ દ્રશ્ય જોતા જ તેઓ તાત્કાલિક દોડી આવ્યા અને અમ્રતાબેનને દિવાનજીથી બચાવ્યા હતા. દિવાનજીએ ધમકી આપી કે, તેને તક મળશો તો તે પત્નીની હત્યા કરી નાંખશે, તેમ જ્ત્ય્જ્રાક્નત્ન ઉલ્લેખ છે. દ્યટના બાદ મહિલાને પ્રાથમિક સારવાર માટે નજીકના દવાખાનામાં લઈ જવાઈ હતી. સારવાર લીધા બાદ મહિલાએ માણસા પોલીસ સ્ટેશનમાં દિવાનજી સામે મારપીટ અને ગુનાહિત ધાકધમકીની ફરિયાદ નોંધાવી હતી.

(3:39 pm IST)