Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

DPSના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ: સ્કૂલની માન્યતા રદ્દ થતા વાલીઓમાં રોષ :સરકાર શું આટલા વર્ષો ઊંઘતી હતી !?

મોટી સંખ્યામાં વાલીઓ આજે સ્કૂલમાં તપાસ કરવા પહોંચ્યાં

અમદાવાદ: હાથીજણ પાસે આવેલી DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ્દ કરી દેવામાં આવી છે, જે બાદ હવે સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભાવિને લઇને સળગતા સવાલ ઉભા થઇ રહ્યાં છે, આગામી પરીક્ષા પછી DPS સ્કૂલ બંધ થઇ જશે, જેથી મોટી સંખ્યામાં વાલીઓ આજે સ્કૂલમાં તપાસ કરવા પહોંચ્યાં હતા, સંચાલકોના પાપે આ સ્કૂલ બંધ થવા જઇ રહી છે, વાલીઓએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં છે કે સરકાર આ મામલે અત્યાર સુધી કેમ ચૂપ હતી, ઘણા વિદ્યાર્થીઓએ તો ગત વર્ષે જ આ સ્કૂલમાં ડોનેશન આપીને એડમિશન લીધું હતુ.

ધોરણ-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓની પરીક્ષા પછી સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરાતા વિદ્યાર્થિઓને અન્ય CBSE સ્કૂલમાં એડમિશન આપવામાં આવે તેવી પણ શક્યતા છે, CBSE દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તેવી કોઇ વ્યવસ્થા કરાય તેવી શક્યતા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ કેમ્પસમાં સ્વામી નિત્યાનંદનો ગેરકાયદેસર આશ્રમ ધમધમી રહ્યો હતો, અહી ગોળખધંધા થઇ રહ્યાં હતા, સ્કૂલના સીઇઓ મંજૂલા પૂજા શ્રોફ અને અન્ય સંચાલકો દ્વારા સ્કૂલની મંજૂરી લેવા ખોટા સર્ટિફિકેટ રજૂ કરતા તેમની સામે પોલીસ ફરિયાદ થઇ છે અને સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે.

(2:05 pm IST)