Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદમાં 20 સ્થળો પર 275 બીઆરટીએસ બસોનુ ચેકીંગ : બે ડ્રાઈવર પાસેથી મોબાઈલ મળ્યા

અધિકારીઓની ટીમે ટ્રાફિકના નિયમોના પાલનને લઈને તપાસ હાથ ધરી

અમદાવાદમાં બીઆરટીએસ બસના અકસ્માતોની ઘટના બાદ ડ્રાઈવરો માટે નવા નિયમો ઘડાયા છે. પરંતુ આ નિયમો માત્ર કાગળ પર જ હોય તેવુ દેખાય છે. કારણ કે બીઆરટીએસમાં તપાસ કરતા બે ડ્રાઈવરો પાસેથી મોબાઈલ જપ્ત કર્યા છે.

 આજે અધિકારીઓની ટીમે 20 સ્થળો પર 275 જગ્યાઓ પર બીઆરટીએસ બસોનું ચેકિંગ કર્યુ હતુ. અને તે સમયે ટ્રાફિકના નિયમોના પાલનને લઈને તપાસ હાથ ધરી હતી. જોકે બે ડ્રાઈવરો પાસેથી મોબાઈલ જપ્ત કર્યા અને ડ્રાઈવરે બે દિવસ ફરજ પરથી ઉતારી દેવાશે.

(1:47 pm IST)