Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદમાં BRTS રૂટ પર વાહન હંકારતા 263થી વધુ વાહન ચાલકો દંડાયા: 1,57 લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદમાં બીઆરટીએસ રૂટમાંથી બિન અધિકૃત રીતે પસાર થતા વાહનચાલકોને દંડવાની કામગીરી મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેમાં કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિકની બનાવાયેલી સંયુક્ત ' જેટ ' ટીમ દ્વારા તા.૨૯ અને ૩૦ નવેમ્બરના છેલ્લા બે દિવસમાં ૨૬૩ થી વધુ વાહન ચાલકોને ૧, ૫૭, ૭૦૦ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો હતો.

  બીઆરટીએસ રૂટ અકસ્માત ઝોન પુરવાર થઇ રહ્યા છે. ખૂલ્લા અને નધણિયાત બનેલા બીઆરટીએસ રૂટો પર ખાનગી વાહન ચાલકો બેફામપણે દોડી રહ્યા છે. જેના પરિણામે શહેરીજનોને બીઆરટીએસની ઝડપી અને સલામત સવારી પુરી પાડવાનો મ્યુનિ.કોર્પોરેશનનો મૂળભૂત હેતું જ સરતો નથી.

   આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ તા.૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ કુલ ૨૬૩ વાહનચાલકોને દંડવામા આવ્યા હતા. આ કામગીરી રોજ ચાલુ રખાશે. બીઆરટીએસ રૂટો પર તૂટી ગયેલા લોખંડની ઝાળીઓ, તૂટેલા રોડ અને બસ સ્ટેન્ડોની મરામત કરીને વાહનવ્યવહાર વધુ સરળ અને સલામત બનાવવા પ્રયાસ કરાશે

(12:35 pm IST)