Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદ ગીતામંદિરનો ઐતિહાસિક દરવાજો જમીનદોસ્ત

અમદાવાદના ઈતિહાસના બોલતાં પૂરાવા હવે નેસ્તોનાબૂદ થઈ રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તારની ઓળખસમા 12 દરવાજામાંથી કંઈક કેટલાંય દરવાજાનું જતન જોખમમાં છે. અમદાવાદના ગીતામંદિરમાં બસ સ્ટેન્ડ ફેઝ 2ની જેનાં નવીનીકરણ માટે 18 યુનિટને તોડવાની વાત કરવામાં આવી હતી. આ યુનિટમાં દરવાજાનો પણ ઉલ્લેખ છે. જેમાં 18 યુનિટને તોડવા  માટેનો ખર્ચ અને તેની સાલ્વેજ વેલ્યુ પણ લખવામાં આવી હતી. આ ડોક્યૂમેન્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે હેરિટેજ વેલ્યૂ ધરાવતો જૂનો દરવાજો અને તેને તોડવા માટે આટલી રકમ છે.
આ સાથે આ જ ડોક્યૂમેન્ટમાં હેરિટેજ વિભાગનાં મેનેજર હિરેન ઠક્કરનો પત્ર પણ હતો. જેમાં તેમણે લખ્યું હતું કે કોટ વિસ્તાર બહારનાં તૈયાર કરવામાં આવેલાં હેરિટેજ સ્ટ્રકચરનો હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલો નથી. શું હેરિટેજ વિભાગે દરવાજો તોડવાની મંજુરી આપી?, શું એસટી નિગમે અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનો નિયમ તોડ્યો?, શું એસટી નિગમના કોન્ટ્રાક્ટ આપેલી કંપની હબટાઉને ગેટ તોડ્યો?
આ તમામ સવાલો સાથે અમદાવાદ મ્યુ.કોર્પોરેશનને 3 જાન્યુઆરીએ બસ ટર્મિનલનાં પ્લાનને મંજુરી આપી હતી. એટલું જ નહીં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્રારા 9 સપ્ટેમ્બરનાં રોજ સર્વે રિન્યૂ કર્યા બાદ કામ શરુ કરવામાં આવ્યું હતું. છતાં હેરિટેજ ગેટ શા માટે તોડવામાં આવ્યો તે સવાલ છે? એક તરફ જેને બસ સ્ટેન્ડના નિર્માણનું કામ આપવામાં આવ્યું તે કંપની મંજૂરી હોવાની વાત કરે છે. બીજી તરફ કોર્પોરેશનની હેરિટેજ કન્વર્ઝેશન કમિટીના ચેરમેન GSRTCને દરવાજા અને દિવાલના જતન કરવા માટે કહેતું હોવાની વાત કરે છે.જ્યારે ST નિગમ ચૂપ છે.

 

(10:08 pm IST)