Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાથી વર્તજો

કોંગી અગ્રણી ગૌરવ પંડયાનો અનુરોધ

વલસાડ તા.૯: સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા બાદ કોઇ પણ ફેસલાને આવકારીને સમગ્ર દેશવાસીઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ''સર્વ ધર્મ સમભાવ'' તથા 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના ને આસ્થા રાખીને વર્તવા કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી ગૌરવ પંડ્યાએ અનુરોધ કર્યો છે.

શ્રી પંડયાના જણાવ્યા મુજબ આનંદ,ઉન્માદ કે નારાજગી અંગે જો યોગ્ય રિએકશન નહી આપીએ તો ઉભી થનારી પરિસ્થિતી સમગ્ર દેશવાસીઓ ભારે પીડાદાયક હશે.

કસોટીની આ છડીમાં  એક સાચા કોંગ્રેસી ભારતીય નાગરીકની જેમ કોઇ પણ પ્રકારની નફરત ને અટકાવવા અને હકારાત્મક રીતે આગળ વધવા તેમણે અપીલ કરી છે.

(11:47 am IST)
  • અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટ સંભવતઃ ૧૩ થી ૧૫ નવે. વચ્ચે ચુકાદો આપી રહેલ છે ત્યારે મોદી સરકાર દરેક રાજયો માટે એડવાઈઝરી જાહેર કરેલ છે અને દરેક રાજયોને નિર્ણય માટે એલર્ટ રહેવા આદેશ આપ્યા છે અયોધ્યામાં અર્ધ લશ્કરી દળોની ૪૦ કંપનીઓ ગોઠવી દેવાઈ છે અને બહારના જિલ્લાઓમાં કામચલાઉ જેલોનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેના માટે કેટલીક શાળાઓ અને ખાનગી બિલ્ડીંગોને નકકી કરવામાં આવ્યાનું જાણવા મળે છે : અયોધ્યામાં ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે તથા દરેક વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે access_time 6:27 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • મહારાષ્ટ્રમાં ફડનવીસ સરકારની મુદત 9 નવેમ્બરના રોજ પુરી થશે : નવી સરકારની રચના ન થાય તો પણ એક સપ્તાહ કે તેથી વધુ સમય માટે વર્તમાન સરકાર ચાલુ રહેશે : તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન નહીં લદાય : રાજભવન સૂત્રોએ આપેલી માહિતી access_time 7:18 pm IST