Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અંબાજી ખાતે પાઇલોટ બાબા દ્વારા ૧૦૮ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ

કળશયાત્રામાં અનેક દેશ-વિદેશના અનુયાયીઓ પણ જોડાયા

અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે ૧૦૮ કુંડી ૧૦ મહાવિદ્યાનો યજ્ઞ નાસિકના પીઠાધીશ્વર પાઇલોટ બાબા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.૧૦ દિવસ ચાલનારા ૧૦ મહાવિદ્યા હવનનો પ્રારંભ કળશ યાત્રા સાથે શોભાયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.આ કળશયાત્રામાં અનેક દેશ-વિદેશના અનુયાયીઓ પણ જોડાયા હતા.

    અંબાજી ખાતે ૧૦ દિવસ ચાલનારા આ મહાવિદ્યા મહાયજ્ઞમાં અનેક સંતો મહંતોને રાજકીય નેતાઓ પણ પધારનાર છે ત્યારે અંબાજીએ ખાસ કરીને વામ ભૂમિ સ્થળ છે જેનું પૂજાપાઠ માટે વિશેષ મહત્વ હોવાથી આ મહાયજ્ઞનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે આ ૧૦ દિવસમાં ૫ દિવસ મહાકાળીની પૂજાને ૫ દિવસ કમલા પૂજા કરવામાં આવ

  શે.પાઇલોટબબાના જણાવ્યા અનુસાર આ એક મહાતંત્ર પૂજા છે.જેમાં અનેક વિદેશી લોકો પણ પધાર્યા છે સાથે દેશ અને દુનિયામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ના થાય તે માટે પણ આ હોમ હવન દરમિયાન પ્રાર્થના કરવામાં આવશે.

(2:08 pm IST)