Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગાડીના ભાવ કંપની નક્કી કરે છે તો પછી ખેડૂતોના પાકના ભાવ સરકાર કેમ નક્કી કરે ?: હાર્દિક પટેલ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું

અમદાવાદ : કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ફેસબુક લાઇવ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું

હાર્દિકે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ગાડી લેવા જઈએ તો તેના ભાવ કંપની નક્કી કરે તો પછી ખેડૂતોના પાકના ભાવ સરકાર કેમ નક્કી કરે છે?

ગુજરાતમાં લાંબા ચાલેલા ચોમાસા અને ત્યાર બાદ 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાના કારણે ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

જે બાદ ખેડૂતોએ પાક નુકસાનના વળતરની અને આ મામલે જલદી વીમા કંપનીઓ વીમો આપે તેવી માગણી કરી છે.

બીજી તરફ ગુજરાતના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી બંનેએ ખાતરી આપી છે કે ખેડૂતોને વળતર મળશે.

ખેડૂતોના પાકને નુકસાન થવા મામલે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું, "અમે સરકારને 12 તારીખ સુધીનો સમય આપીએ છીએ."

"ત્યાં સુધીમાં સરકાર ખેડૂતોના હિત માટેના નિર્ણયો કરે. જો 12 તારીખ સુધીમાં સરકાર નિર્ણયો નહીં કરે તો 13 તારીખથી આંદોલન કરવામાં આવશે

(12:46 pm IST)