Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મોડીસાંજે સુરત અને ઓલપાડ પંથકમાં ક્યાંક ધોધમાર તો કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ

ઓલપાડ, સાયણ, કિમ, માંગરોળ, કોસંબા સહિતના વિસ્તારોમા વરસાદ

સુરત : સુરતના ઓલપાડમાં મહા વાવાઝોડાની અસરને પગલે વરસાદ પડ્યો હતો. મોડી સાંજે ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો

  ઉપરાંત સુરતના ઓલપાડ, સાયણ, કિમ, માંગરોળ, કોસંબા સહિતના વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. સુરતમાં દિવાળી પછીથી આંતરે દિવસે વરસાદ પડતો રહે છે. જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે.

(12:26 am IST)