Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ડુપ્લીકેટ માર્કશીટની ફી બમણી :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અલગ અલગ ફીમાં વધારો કર્યો

માઈગ્રેશન, માર્કશીટ વેરિફિકેશન, ઓરિજિનલ માર્કશીટ પાછળ સહી સિક્કાની ફીમાં 100 ટકાનો વધારો

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે અલગ અલગ ફીમાં વધારો કર્યો છે. ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટની ફી બમણી કરી દીધી છે. અત્યાર સુધી ડુપ્લીકેટ માર્કશીટ કાઢી આપવાની ફી 50 રૂપિયા હતી તેના માટે હવે 100 રૂપિયા ચૂકવવા પડશે.

  માઈગ્રેશન, માર્કશીટ વેરિફિકેશન, ઓરિજિનલ માર્કશીટ પાછળ સહી સિક્કા કરવાની ફીમાં પણ 100 ટકા વધારો કરાયો છે. ધોરણ 10 અને 12માં માર્કશીટમાં નામ સુધારણા માટે પણ 100 રૂપિયા ફી નક્કી કરાઈ છે. ફી વધારાનો અમલ પહેલી નવેમ્બરથી લાગુ પડશે.

(9:46 pm IST)