Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વિરમગામ તાલુકાની જય ગુરુદેવ હાઇસ્કુલ વણીની ટીમ અંડર 17 હેન્ડબોલની સ્પર્ધામા જિલ્લાકક્ષાએ દ્વિતીયક્રમે

ખેલમહાકુંભમાં ટીમ 24000 રૂપિયાનું ઇનામ મેળવીને હવે ઝોનમાં રમવા જશે

 વિરમગામ : ખેલ મહાકુંભ વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા ની જય ગુરુદેવ હાઇસ્કુલ વણીની ટીમે અંડર 17 હેન્ડબોલની સ્પર્ધા મા જિલ્લાકક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. વિરમગામ તાલુકા ની જય ગુરુદેવ હાઇસ્કુલ વણી અંડર 17 હેન્ડબોલ ટીમ 24000 રૂપિયાનું ઇનામ મેળવીને  ઝોનમાં રમવા માટે પસંદગી પામેલ છે.

  વિજેતા ટીમે શાળા પરીવાર સાથે વિરમગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને ટીમને અનેક લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. તેમ જય ગુરુદેવ હાઇસ્કુલ વણી ના આચાર્ય દેવેન્દ્રભાઇ સિંધવે જણાવ્યું હતું.

(7:19 pm IST)