Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાધનપુર: બેંકના અધિકારીના નામે ઓળખ આપી એટીએમના કોડ મેળવી છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સુત્રધારની રંગે હાથે ધરપકડ

રાધનપુર: શહેરમાં બેંકના અધિકારીની ઓળખ આપીને મોબાઇલ ઉપર લોકોને ફોન કરી એટીએમના કોડ મેળવી છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડી ઘરાવનાર આંતરરાજય ટોળકીના મુખ્ય સુત્રધારને ઝારખંડથી પાટણ એલસીબી અને સાયબર ક્રાઇમની ટીમે સંયુકત ઓપરેશન પાર પાડીને ઝડપી લીધો હતો. જોકે તેના સાગરીતો હજુયે ફરાર છે. પોલીસની પુછપરછમાં આરોપીએ વારાહીના ઝેકડા ગામના વેપારી સહિત ગુજરાતમહારાષ્ટ્રપશ્ચિમ બંગાળમાં સંખ્યાબંધ લોકો સાથે ઓનલાઇન ઠગાઇ કરી હોવાની ચોકાવનારી કબુલાત કરી છે.

છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતમાં ઓનલાઇન છેતરપીડીના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં પાટણ જિલ્લાના વારાહી તાલુકાના ઝેકડા ગામના એક વેપારી સાથે ઠગાઇ થતા તેમણે વારાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંતર્ગત ઇન્ફોમેશનએકટ હેઠળ ગુનો દાખલ કરી પાટણ સાયબર ક્રાઇમ અને એલસીબી પોલીસે તપાસ આરંભી હતી. જેમાં પીએસઆઇ પી.બી.ઝાલાહેડ કોન્સ.કિર્તીસિંહ,પ્રો.કો.નવાઝ શરીફ સહિતનો પોલીસ સ્ટાફ આરોપીઓને પકડવા ઝારખંડ પહોંચી હતી. અહીં સ્થાનિક પોલીસને સાથે રાખીને દેવધર જિલ્લાના ઘાઘરામાં રહેતા ટોળકીના સૂત્રધાર વિનોદકુમારદાસ સુરેશ ભીખાન મહરાને તેના ઘરેથી ઝડપી લીધો હતો. જોકે ઝડપાયેલ આરોપીના બે સાથીદારો પ્રદીપ સુરેશ ભીખાન મહેરા અને ઉમેશ સુરેશ ભીખાન ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. આરોપીને દેવધર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી રાધનપુર લવાયો છે. અને પોલીસે તેની સઘન પૂછપરછ આરંભી છે. જેમાં હજુ ચૌકાવનારી વિગતો ખુલે તેવી વકી જણાય છે.

(5:51 pm IST)