Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરતમાં હેલ્મેટ માટે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવાનું કહી ભેજાબાજે એકાઉંટ હેક કરી 7000ની ઉચાપત કરી

સુરત: શહેરમાં હેલ્મેટ માટે પાંચ રૃપિયા ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરવાનું કહી બુલેટ શો રૃમના કર્મચારીના સ્વાંગમાં ગઠિયાએ શિક્ષકને એક લીંક મોકલી તેમનું એકાઉન્ટ હેક કરી રૃ.7000 ઉપાડી લીધા હતા.

      પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબેહનુમાન રોડ કમલબાગ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અનંતભાઈ લલ્લુભાઈ કુકડીયા પોતાના ઘરે જ ટયુશન ક્લાસ ચલાવે છે. એક માસ અગાઉ તેમના પરિચિત ભરતભાઈ ગાગાણીએ રોયલ એન્ડફીલ્ડ શોરૃમનો નંબર માનતા તેમણે આપ્યો હતો. જોકેથોડીવારમાં ભરતભાઈએ ફોન કરી શોરૃમવાળા હેલ્મેટ માટે પાંચ રૃપિયા ઓનલાઇન ટ્રાન્જેકશન કરવાનું કહે છે તેમ કહેતાં અનંતભાઈએ શોરૃમમાં એક વ્યક્તિ સાથે વાત કરી હતી.

(5:36 pm IST)