Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

નવી શિક્ષણ નીતિ : રાજયમાં શિક્ષણ નિયંત્રણ બેવડાય તેવો સૂર... વિરોધ

નવી શિક્ષણ નીતિની ભલામણ સામે ગુજરાતનો વિરોધ

અમદાવાદ, તા. ૯ : નવી શિક્ષણનીતિ ગુજરાત રાજયના શિક્ષણમાં નિયંત્રણ બેવડાય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. તેનો ગુજરાતમાં વિરોધ ઉઠ્યો છે.

નવી શિક્ષણ નીતિ-ર૦૧૩ના મુસદામાં રજૂ કરવામાં આવેલી અનેક ચાવીરૂપ ભલામણો સામે ગુજરાત સરકારે પોતાની વિરોધ અને વાંધો નોંધાવ્યો છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે મળેલી દેશના વિવિધ રાજયોના શિક્ષણમંત્રીઓની એક બેઠકમાં રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી શિક્ષણ નીતિ અંગેના મુસદામાં રજૂ થયેલી કેટલીક ભલામણોને ગુજરાતે અગાઉથી જ અપનાવેલી હોવાનો અથવા તો કેટલાક ભલામણોથી રાજયમાં શિક્ષણ પણ નિયંત્રણ બેવડાય તેવો ભય વ્યકત કરી કેટલાક નવા સુચનો પણ કર્યા હતા.

ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિની ભલામણો સામે નીચેના મહત્વના મુદ્દે વિરોધ કર્યો અને સૂચનો કર્યા જેમાં ગુજરાતમાં સ્કુલ નિયમન ઓથોરિટીના રચના કરવાની કોઇ જરૂરીયાત નથી કારણ કે તેનાથી રાજયની સ્કુલો પર એક નવી સમાંતર વ્યવસ્થા ઉભી થાય.

કેન્દ્ર સરકારે જે રાષ્ટ્રીય શિક્ષા આયોગની ભલામણ કરી છે તેને દેશમાં શિક્ષણના ધ્યેયની સમીક્ષા કરવા તથા નવા ધ્યેય વિકસાવીને તેનો અમલ કરવા અને તેનું મૂલ્યાંકન કરવાની જવાબદારી આપી છે. પણ ગુજરાતમાં આવું આયોગ રચવાની જરૂર નથી કારણ કે શિક્ષણના અધિકાર કાયદા આરટીઆઇમાં આવી જોગવાઇ પહેલા જ કરેલી છે. એસસીએમસી સ્કુલોનાશિક્ષકોની નિયમન કરવાની એસસીએમસીને કોઇ જવાબદારી સોંપવી ના જોઇએ. વિષય કેન્દ્રી યુનિ. અનિવાર્ય સ્વતંત્ર ટેકનીક, હેલ્થ, સાયન્સ, લીંગલ, કૃષિ ક્ષેત્રની યુનિવર્સિટીઓની બંધ કરવાની ભલામણ અયોગ્ય છે. કારણ કે, આવી સંસ્થાઓ જે તે ક્ષેત્રમાં કૌશલ્ય અને શ્રેષ્ઠ વ્યવસ્થાપક ધોરણો વિકસાવવા માટે અનિવાર્ય છે. ગુજરાતે ફોરેન્સિક સાયન્સ સ્પોટર્સ યોગ, કૃષિ ક્ષેત્રે યુનિવર્સિટી શરૂ કરેલી અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને સંશોધન પુરૂ પાડે છે. મુળભુત સાક્ષરતા નવી શિક્ષણ નીતિમાં તમામ બાળકો મુળભૂત સાક્ષરતા અને આંકડાકીય જ્ઞાનનું ચોક્કસ લક્ષ્યાંક ર૦રપ સુધીમાં હાંસલ કરવાનું નકકી થયું છે. પરંતુ ગુજરાત તે સિદ્ધિ ર૦રરમાં હાંસલ કરી લેશે.

(4:01 pm IST)