Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ચીંથરે વીંટાયેલું રતન:ગાયિકા ચંદ્રા પરમારને મળી તક! મનુ રબારીના સ્ટુડિયોમાં કરાશે ગીતનું રેકોર્ડિંગ

ચંદ્રા પરમારમાં દિવાળીબેન ભીલની ઝલક દેખાતી હોવાનો લોકોનો દાવો

અમદાવાદ : ગાયિકા ચંદ્રા પરમારને અનોખી તક મળી છે. ગીતકાર મનુ રબારીના ગીતમાં ચંદ્રા પરમારને ગાવાની તક મળશે. ચંદ્રા પરમાર માટે મનુ રબારી આલબમ લોન્ચ કરશે. મનુ રબારીના સ્ટુડિયોમાં આજે ગીતનું રેકોર્ડિંગ થશે.

  મનુ રબારીએ એક ખાનગી ન્યુઝ ચેનલની ઓફિસમાં ખાતરી આપી હતી. પોતાના ગીતમાં ગાવાનો મોકો આપશે તેવી ખાતરી આપી હતી. ચંદ્રા પરમારનો વીડિયો વાયરલ થયો હતો. ચંદ્રા પરમારમાં દિવાળીબેન ભીલની ઝલક દેખાતી હોવાનો લોકોનો દાવો છે.

(2:22 pm IST)