Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમદાવાદના પાલડી વિસ્તારમાં વૃદ્ધ પર તિક્ષ્‍ણ હથિયારથી હુમલો

બાઉન્સરના વૃદ્ધ ભાઈ પર બે શખ્સોએ છરી અને દેશી કટ્ટા જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધ પર તિક્ષ્‍ણ હથિયાર વડે હુમલાની ઘટના બની છે. જેમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

  . ઘટના પાલડીના કોચરબ, કાગડી વાડ નજીક બની કે જ્યાં વહેલી સવારે બાઉન્સરના વૃદ્ધ ભાઈ ઉપર બે શખ્સોએ છરી અને દેશી કટ્ટા જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો  જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(2:19 pm IST)