Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ભાજપને મોટો ફટકો : રાધનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

પાલિકાના પૂર્વ પ્રમુખ જુગલદાસ ગરો સહિત અલગ-અલગ સમાજના એક હજારથી વધુ કાર્યકરોએ પંજાનો હાથ પકડ્યો

રાધનપુર : રાધનપુરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યાલયના શુભારંભ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા,પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડીયા સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ વિરાટ સભામાં પાલિકાના પૂર્વ પ્રમુખ જુગલદાસ ગરો,વઢિયાર આહીર સમાજના ઉપપ્રમુખ વીરાભાઇ અમથાભાઈ આહીર, આહીર સમાજના અગ્રણી અને બકુત્રા માજી સરપંચ જીવાભાઈ હાજાભાઇ આહીર,વાઘાભાઈ ભુરાભાઇ આહીર સહીત ઠાકોર, વાદી, ચૌધરી તેમજ ઠાકોરસેનાના અનેક કાર્યકરો સહીત અલગ-અલગ સમાજના એક હજારથી વધુ કાર્યકરો ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા,

  ભીલોટ ત્રણ રસ્તા પાસે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કડી-કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, જયરાજસિંહ પરમાર,જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની વચ્ચે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હ

(12:56 pm IST)