Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગુજરાતમાં સૌથી વધુ દારૂનો વેપલો: પહેલા કડક અમલ કરાવો પછી ગેહલોત માફી માંગી લેશે : બળદેવજી ઠાકોર

ગુજરાતની 6.5 કરોડ જનતાને આડી ઘરીને ફક્ત લાગણીઓનાં પ્રવાહમાં ભાજપ તરે છે

 

અમદાવાદ : કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા સરકારને વિસ્ટામણમાં નખી દેવામાં આવી છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે દારૂ મુદ્દે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં નિવેદન બદલ ગેહલોતે માફી માંગવાની કોઇ જરૂર નથી.

બળદેવજી ઠાકોર ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે, સૌથી વધુ ગુજરાતમાં દારૂનો વેપલો થાય છે. ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી છે. સાથે સાથે બળદેવજી ઠાકોર દ્વારા ભાર પૂર્વક કહેવામાં આવ્યું કે, દારૂબંધીનો કડક અમલ થશે તો અશોક ગેહલોત માફી માગશે.

બળદેવજી ઠાકોર દ્વારા આડ કતરી રીતે સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે મામલે નિવેદન અને ગુજરાતની 6.5 કરોડ જનતાને આડી ઘરીને ફક્ત લાગણીઓનાં પ્રવાહમાં ભાજપ સરકારને તરીને દરિયો આટલી આસાનીથી પાર કરવા દેવામાં આવશે નહીં. અને સરકારને ખુલ્લે આમ ચેલેન્જ પણ કરી દેવામાં આવી છે કે પહેલા દારુબંધીનો કડક અમલ કરાવો તો ગેહલોત માફી પણ માગી લેશે

(8:42 am IST)