Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

તહેવારમાં રંગ જમાવવા રેડ બુલ એડિશન આવશે

ધી વિંગ્સ ઓફ રેડબુલને લઇ ઉત્સાહ

અમદાવાદ, તા.૧૩ : ઓરેન્જના સ્વાદ સાથે તહેવારોની સિઝનને શણગારવા માટે રેડ બુલ ઇન્ડિયા ફેસ્ટીવલ એડિશન લોન્ચ કરવા જઇ રહ્યું છે, જે આગામી તહેવારની સિઝનના ઉત્સાહમાં વધારો કરવામાં મદદરૂપ બનશે. ફેસ્ટીવલ એડિશન નારંગી (ઓરેંજ)ના રિફ્રેશીંગ સ્વાદ સાથે આવે છે જે તેને વ્યસ્ત સમયમાં પીવાનું પીણુ બનાવે છે જેથી તમે ચાર્જ રહી શકો અને તમે જ્યારે તહેવાર માણી રહ્યા હોય તે આનંદમાં વધારો કરી શકે. વધુમાં તહેવારની સિઝનની ઉજવણીમાં મનગમતા એનર્જી ડ્રીંક માંધાતા કંપનીએ એક લલચાવતી સ્પર્ધા સ્પોટધીકેનનું સર્જન કર્યું છે. ગ્રાહકો સ્પોટધીકેન.રેડબુલ.કોમ પર ક્લિક કરી શકે છે અને છુપાયેલા ૪ રેડ બુલ ફેસ્ટીવલ કેન્સ શોધી શકે છે જે આર્ટવર્કના આકર્ષક પીસમાં છે, તે મળી જવા પર, જે તે વ્યક્તિ નજીકના રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટમાં જઇને તેને રિડીમ કરી શકે છે.

          પોતાના ગ્રાહકોને નવા અને સંશોધિત માર્ગો માટેની શોધ કરવાનું સતત રાખતા એનર્જી ડ્રીંક માંધાતા મેદાન પર, સ્ટોરમાં અને કેમ્પસ એક્ટીવેશન્સમાં આગામી મહિનામાં ગ્રાહકોને લલચાવશે. રેડ બુલ ફેસ્ટીવલ એડિશનની કિંમત ૨૫૦ એમએલ માટે રૂ. ૯૯ છે ને તે પસંદગીના શહેરોમાં તા.૧ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. પ્રોડક્ટ ફક્ત રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્ટોર્સમાં જ ઓગસ્ટમાં ઉપલબ્ધ બનશે. સેઇમ વિંગ્સ-ડિફ્રન્ટ ટેસ્ટ. જો તમે ઓરેંજના સ્વાદ માટે તડપતા હોય તો રેડ બુલ ફેસ્ટીવલ એડિશન તમારા માટે છે. ફાર ઇસ્ટના ફંકશનલ ડ્રીંક્સથી પ્રેરીત ડાઇટ્રીક મેટેશીત્ઝે ૧૯૮૦ના મધ્યમાં રેડબુલની સ્થાપના કરી હતી. તેમણે રેડ બુલ એનર્જી ડ્રીંકની ફોર્મ્યુલનું સર્જન કર્યું હતું અને રેડ બુલનો અનન્ય માર્કેટિંગ ખ્યાલ વિકસાવ્યો હતો. સને ૧૯૮૭માં તા.૧ એપ્રિલના રોજ રેબુલ એનર્જી ડ્રીંક હોમ માર્કેટ ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ વખત વેચાયુ હતું. તે ફકત સંપૂર્ણપણે નવી પ્રોડક્ટનું લોન્ચ જ ન હતું પરંતુ હકીકતમાં તો તદ્દન નવી પ્રોડક્ટ કેટેગરીનો જન્મ હતો. આજે રેડ બુલ ૧૭૧ દેશોમાં ઉપલબ્ધ છે અને ૭૫ અબજથી વધુ રેડબુલના કેન્સનો અત્યાર સુધીમાં વપરાશ કરવામાં આવ્યો છે.

(9:57 pm IST)