Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

નવ મહિનાથી વોન્ટેડ આરોપી બુધભાઈ વસાવાને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી લીધો

 ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પોસઇ એસ એન ગોહિલના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો વોચમાં હતા આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ ચંદુલાલની બાતમીના આધારે નવ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે

 અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર. નં. ૨૬૫/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫-એ.ઈ.,૯૮(૨),૮૧ મુજબ ઉપરોક્ત ગુનામાં છેલ્લા નવ માસ થી નાસતા ફરતા આરોપી બુધભાઈ સોમાભાઈ વસાવા (રહે. કોસંબા ગામ સિંગલ ફળિયું તા. માંગરોળ જી. સુરત )ના ને તા. ૧૨/૦૮/૨૦૧૯ ના ક. ૧૯/૩૦ વાગે C.R.P.C. કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. માં આગળ ની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

 ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ ના અ. હે.કો. જ્યેન્દ્રસિંહ મહોબતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર ચંદુલાલ તથા  LRPC અનિલભાઈ દિતાભાઈનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

(8:10 pm IST)