Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનામાં જુદા જુદા પાંચ સ્થળોએથી 28 જુગારીઓની ધરપકડ

ગાંધીનગર: જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે ત્યારે પોલીસે પણ આ જુગારીઓ સામે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. ડભોડા પોલીસે વજાપુર અને સોનારડા ગામમાં દરોડો પાડી ૧૩ જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે ચિલોડા પોલીસે મોટા ઈસનપુરમાંથી પાંચ અને એલસીબીએ સાદરામાંથી પાંચ તથા અડાલજ પોલીસે શેરથામાંથી પાંચ મળી કુલ ર૩ જુગારીઓ ઝડપાયા છે. પોલીસે તેમની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના વગર પણ જુગારીઓ જુગાર રમતાં હોય છે પરંતુ શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારીઓ જગ્યા શોધી બોર્ડ બેસાડી રહયા છે. તેની સામે પોલીસ પણ આ જુગારીઓને પકડવા માટે દોડધામ કરી રહી છે અને જિલ્લામાં અલગ અલગ ઠેકાણે દરોડા પાડી રહી છે અત્યાર સુધીમાં ૭૦થી વધુ જુગારીઓ પકડાઈ ચુકયા છે ત્યારે છેલ્લા ર૪ કલાકમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ ર૮ જુગારીઓ પકડાયા છે. 

(6:09 pm IST)