Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વડોદરામાં દુકાન પર ખરીદી કરવા આવેલ બે ગઠિયા વેપારીના ખિસ્સામાંથી 15 હજારની રોકડ ઉઠાવી છૂમંતર...

વડોદરા:વેરાઇમાતાના ચોકમાં આવેલી દુકાન પર ખરીદી કરવા માટે આવેલા વેપારીના ખિસ્સામાંથી ૧૫ હજાર રૃપિયા રોકડા ચોરી લેનાર બે આરોપીની નવાપુરા પોલીસે ધરપકડ કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, અટલાદરા નારાયણવાડી હોટલ પાછળ અંબિકા ડુપ્લેક્સમાં રહેતા પ્રેરક ગિરીશચંદ્ર પંચાલ નજીકમાં જ  પાન પડીકી અને સોડાની દુકાન ચલાવે છે. ગત ૩જી તારીખે ખંડેરાવ માર્કેટ વેરાઇમાતા ચોકમાં જય સ્ટોર નામની દુકાનમાં તે ખરીદી માટે ગયો હતો. તે દરમિયાન તેના જેકેટના ખિસ્સામાંથી કોઇ ચોર ૧૫ હજાર રૃપિયા કાઢી લીધા હતા. જે અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. 

(6:44 pm IST)