Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સતત વરસાદથી ગુજરાતમાં ર૦ ટ્રેનો અને ૩૦૦ જેટલી એસટી બસ ટ્રીપો રદ

દક્ષિણ ગુજરાતમાં રેલ્વે લાઇનો ધોવાઇ જતા અનેક ટ્રેનો રદઃ સૌરાષ્ટ્ર-કચ્છનાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાઃ બસ રૂટ બંધ

રાજકોટ, તા., ૧૩: છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે ટ્રેન અને એસટી વ્યવહાર ખોરવાતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતા ટ્રેક ધોવાઇ ગયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઇ જતા રસ્તાઓ તુટી જવાથી એસટી બસોની ટ્રિપો પણ રદ કરવામાં આવી હતી. સોમવારે ર૦ જેટલી ટ્રેન સંપુર્ણ રદ કરવામાં આવી હતી. જયારે રાજયમાં પ૯ રૂટ બંધ હાલતમાં હોવાથી ૩૦૦ થી વધુ ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેના કારણે નિગમને લાખો રૂપીયાની નુકશાની ભોગવવી પડી છે.રાજયમાં સતત ભારે વરસાદ પડવાથી છેલ્લી ઘડીએ રેલ્વે તંત્ર દ્વારા ટ્રેન રદ કરવામાં આવી રહી છે. સોમવારે પ્રથમ તબક્કે ૧૦ જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી. બાદમાં વધુ ૯ ટ્રેન રદ કરવામાં આવી હતી. આ સમયાંતરે એક પછી એક ટ્રેન રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. વતનમાં આવતા સૌરાષ્ટ્રમાં રસ્તાઓ પર પાણી ભરાઇ જવાથી એસટી બસોની અળઢક ટ્રીપો રદ કરવામાં આવી હતી .જેથી તહેવારોમાં વતનમાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

(3:34 pm IST)