Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વહીવટદારના વાયરલ વિડીયોના સત્ય વિગેરે બાબતે પીએસઆઇને રિમાન્ડ દરમિયાન એસીબી પૂછપરછ કરશે

ગુજરાતના પોલીસ અધિકારીઓમાં લાંચ લીધા બાદ નાસવાની પરંપરા યથાવત, પીએસઆઇ હાજર થયા તો વિરપુરના પોલીસમેન નાસી છૂટયા : એસીબી છટકા પછી નાસી છુટવામાં સફળ રહેલ મોડાસા પીએસઆઇ કેતન બ્રહ્મભટ્ટની અંતે ધરપકડ

રાજકોટ, તા., ૧૩:  ૨૦ હજારની લાંચની રકમ લીધા બાદ એસીબી છટકાની ગંધ આવી જતા રોંગ સાઇડમાં કાર ચલાવી અને ફરીયાદીને કારમાંથી નીચે ઉતાર્યા બાદ નાસી છૂટેલા પીએસઆઇ કેતન બ્રહ્મભટ્ટ  ચાર દિવસ સુધી વોન્ટેડ રહયા બાદ રજાના દિવસે ગાંધીનગર એસીબી ટીમના તપાસનીસ અધિકારી સમક્ષ હાજર થતા જ એસીબી દ્વારા તેઓને મોડાસા સેસન્સ કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડ પર લેવાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 

રાજય પોલીસ તંત્રમાં લાંચ કેસમાં નાસી છુટવાની શરૂ થયેલી નવી પ્રણાલી જાણે યથાવત રહી હોય તેમ મોડાસાના પીએસઆઇ કેતન બ્રહ્મભટ્ટ નાસી છુટયા બાદ હાજર થયા પરંતુ વિરપુરમાં વચેટીયા મારફત લાંચ લેનાર પોલીસમેન અશ્વિનસિંહ નાસી છુટયા છે. આમ એક હાજર થયા ત્યાં બીજા નાસ્યા એવી રસપ્રદ ચર્ચા ચાલી રહી છે.

અત્રે યાદ રહે કે મોડાસાના પીએસઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટે દુષ્કર્મના એક કહેવાતા મામલામાં આરોપીને બચાવવા માટે ૩ લાખ રૂપીયાની લાંચ માંગ્યાનો તેમના પર આરોપ હતો. એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી પીએસઆઇએ ફરીયાદી પાસેથી ર લાખ રપ હજાર અગાઉ લઇ લીધા હોવા છતા વધુ ર૦ હજારની લાંચ આપવા સતત દબાણ કરતા ફરીયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરીયાદીની ઉપરોકત મતલબની ફરીયાદ આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

પીએસઆઇના પ દિવસના રિમાન્ડ દરમિયાન તેઓ નાસી છૂટયા બાદ કયાં કયાં રોકાયા હતા? તેઓને કોણે-કોણે આશ્રય આપેલો? તથા ભુતકાળના કેટલાક ચોક્કસ કેસોને તેમના પર થયેલા આરોપ તથા સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ એક વહીવટદારના વિડીયો અંગે પણ એસીબી દ્વારા પૂછપરછ થનાર હોવાનું પણ એસીબી સુત્રો જણાવે છે.

(11:57 am IST)
  • અલગાવવાદી નેતાઓને ૧ વર્ષ સુધી 'અંદર' રહેવું પડે તેવી શકયતાઃ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ પામેલા અલગાવવાદી નેતાઓ વહેલી તકે છુટે તેવી શકયતા નથીઃ સંબંધિત અધિકારીઓનું માનીએ તો આ બધાને ૧ વર્ષ અંદર રહેવું પડશેઃ તંત્રએ છેલ્લા ૮ દિવસમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે જેમાથી ૧૫૦ને દેશની વિવિધ જેલોમાં મોકલી દેવાયા છે જેમની ધરપકડ થઈ છે તેમાં ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફતી પણ સામેલ છેઃ જો કે મહેબુબાને હરિનિવાસ અને ઉમરને વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રખાયા છે access_time 11:25 am IST

  • વિજય માલ્યાની મિલ્કતો જપ્ત કરવા વિરૂદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 1:05 pm IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST